IPC પ્રકરણ - 3 : શિક્ષા



IPC પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)


●કલમ - 53 : શિક્ષા
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ ➖1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
➖આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
➖1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
➖દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
➖ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.

●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.

●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.

●કલમ - 56 (A) : યોગ્ય સરકાર
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.

●કલમ - 56 : રદ
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.

●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.

●કલમ - 58 : રદ

●કલમ - 59 : રદ

●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.

●કલમ - 61 : રદ

●કલમ - 62 : રદ

●કલમ - 63 : દંડની રકમ
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.

●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.

●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.

●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.

●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
➖દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
➖દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)

●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.

 ●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે


✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની  ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.
 

●કલમ - 70 : 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજામાંથી મુક્ત નહીં થાય


✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે

મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાય અથવા ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તેમાંથી થાય અને તેના મૃત્યુથી પણ તેની મિલકત દેવાના બોજામાંથી મુક્ત થતી નથી.
 

●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા


✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.
 

●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.
 

●કલમ - 73 : એકાંત કેદ


✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
➖જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
➖જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
➖જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.


●કલમ - 74 : એકાંત કેદની મુદત


✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.
 

●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ  3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે

Post a Comment

0 Comments