ગુજરાતમાં ખનીજ આધારિત ઉદ્યોગો

ગુજરાતમાં ખનીજ આધારિત ઉદ્યોગો


◆ રસાયણ ઉદ્યોગ 


➖દેશના રસાયણના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 51% છે.
➖દેશના 78% મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.
 

◆ સોડાઍશ-કોસ્ટિક સોડા


➖ ગુજરાત મોટા ભાગનું સોડાઍશનું ઉત્પાદન ધ્રાંગધ્રા કરે છે.
➖સુત્રાપાડા (વેરાવળ) ખાતે *'ગુજરાત હેવી કેમિકલ્સ'* નો પ્લાન્ટ આવેલો છે.
➖દેશમાં 50% કોસ્ટિક સોડાનું ઉત્પાદન ગુજરાત કરે છે.
➖દેશમાં 98% સોડાઍશનું ઉત્પાદન ગુજરાત કરે છે.
➖ *1973માં વડોદરા ખાતે* GACL (Gujarat Alklies and Chemicals Limited) ની સ્થાપના કરવામાં આવી જે મીઠા આધારિત રસાયણોનો ભારતનો સૌથી મોટો ઉત્પાદક એકમ છે.
 

◆ ઓક્સિજન ગેસ


➖દેશના 11.48% ઓક્સિજનનું ઉત્પાદન ગુજરાત કરે છે. ગુજરાતમાં લીંબડી (સુરેન્દ્રનગર) ખાતેની 'ગુજરાત ઓક્સિજન લિ.' તથા નરોડા (અમદાવાદ) ખાતેની 'હિન્દુસ્તાન ઓક્સિજન ગેસ કંપની' જે ઓક્સિજન, નાઇટ્રોજન અને એસિટિલિનનું ઉત્પાદન કરે છે.

➖"નવીન ફ્લોરિન ઇન્ડસ્ટ્રીઝ", ભેસ્તાન (સુરત) ફ્લોરોકાર્બન, એલ્યુમિનિઅમ ફ્લોરાઈડનું ઉત્પાદન કરે છે.
➖ગુજરાતમાં સલ્ફયુરિક એસિડનું ઉત્પાદન દેશના 14.04% છે.

➖બરોડા રેયોન કારખાનું ઉધના, સુરત ખાતે આવેલું છે.
➖આદર્શ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, ઉધના સુપર ફોસ્ફેટ જેવા મિશ્ર ખાતરો બનાવે છે.

➖લેનેક્સેસ કંપની, ઝઘડિયા રબર કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.
➖રાલીસ પેસ્ટીસાઈડ્સ, ભરૂચ
➖ડાયએમોનિયમ ફોસ્ફેટનો પ્લાન્ટ સિક્કા, જામનગર
 

◆ દવા બનાવવાના કારખાના


➖અતુલ - વલસાડ
➖એલેમ્બિક - વડોદરા
➖કૅડિલા - મોરૈયા,સાણંદ

➖અતુલનું વલસાડ ખાતેનું કારખાનું જાણીતું છે.
➖ગુજરાત દેશના કુલ ઉત્પાદનના 40% કરતાં વધુ ડાયસ્ફટ ઉત્પન્ન કરે છે.

➖ડાઈઝના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

➖અતુલની સલ્ફર બ્લેક ડાઇ દેશમાં સૌથી વધુ વપરાતી ડાઇ (57% ગુજરાતમાં ઉત્પાદન)
 

◆ પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગ


➖ગુજરાતમાં સૌપ્રથમ *વડોદરા નજીક કોયલી રિફાઇનરી* અને GSFCની સ્થાપના કરવામાં આવી.
➖ભારતનો સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ *"ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ."* (IPCL) 1969માં વડોદરા ખાતે સ્થાપવામાં આવ્યો.
➖IPCL દ્વારા ખેતીમાં પ્લાસ્ટિકના ઉપયોગ માટે "પ્લાસ્ટિકલ્ચર વિકાસ કેન્દ્ર" શરૂ કરવામાં આવ્યું.   
 

◆ રાસાયણિક ખાતર 


➖1962માં વડોદરા પાસે બાજવા ખાતે GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ)ની સ્થાપના જે એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કારખાનું છે.
➖1981માં ભરૂચ પાસે નર્મદાનગર (ચાવજ) ખાતે GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કંપની)ની સ્થાપના જેનો યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.
➖IFFCO (Indian Farmers Fertilizers Co-operative / ભારતીય ખેડૂત સહકારી ખાતર ઉદ્યોગ મંડળ) રાસાયણિક ખાતરના કારખાના કલોલ અને કંડલા ખાતે આવેલા છે.
➖KRIBHCO (Krishak Bharati Co-operative) રાસાયણિક ખાતરનું હજીરા ખાતે આવેલું છે.
➖ગુજરાત દેશના 40.84% ફોસ્ફેરીક ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરે છે. તથા નાઇટ્રોજન યુક્ત ખાતર દેશના 29.21% ઉત્પાદન કરે છે.
 

◆ સિમેન્ટ ઉદ્યોગ


➖ગુજરાત અબુંજા સિમેન્ટ લિ. અને ગુજરાત હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ - વડનગર (અબુંજાનગર), કોડીનાર , જિલ્લો:-ગીર સોમનાથ
➖નર્મદા સિમેન્ટ ફેકટરી - નર્મદાનગર , ભરૂચ
➖અલ્ટ્રાટેક સિમેન્ટ (આદિત્ય બિરલા ગ્રુપ )- કોવાયા તાલુકા-રાજુલા તથા બાબરકોટ, તાલુકા જાફરાબાદ જિલ્લો :- અમરેલી
➖"ગુજરાત હિમાલય સિમેન્ટ કંપની" - રાણાવાવ, જિલ્લો :- પોરબંદર
➖એસોસિએટેડ સિમેન્ટ કંપની -  પોરબંદર
➖સિમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ - સિદ્ધિગ્રામ, તાલુકો-સુત્રાપાડા, જિલ્લો :- ગીર સોમનાથ જે પોર્ટલેન્ડ તથા PPC (પોર્ટલેન્ડ પોઝાલા સિમેન્ટ)નું ઉત્પાદન કરે છે.
 

◆ સિરેમિક ઉદ્યોગ 


➖ગુજરાતમાં સૌપ્રથમ સિરેમિક ઉદ્યોગની સ્થાપના 1912માં થઈ.
➖1919માં મોરબીમાં પરશુરામ પોર્ટરીઝ સ્થપાઈ.આ ઉપરાંત થાનગઢમાં સેનિટરી વેર્સનું એકમ આવેલું છે.
➖મેંગલોરી નળિયાં, ફાયરબ્રિક્સ, ફ્લોરિંગ ટાઇલ્સ માટે મોરબી જાણીતું છે.
 

◆ હીરા ઉદ્યોગ


➖નરોડા (અમદાવાદ), મકરપુરા (વડોદરા), સચિન (સુરત) ખાતે ડાયમંડ પાર્કની સ્થાપના કરવામાં આવી છે.

➖ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક વસાહતો ભરૂચમાં આવેલી છે.

 

◆ એન્જીનિયરિંગ ઉદ્યોગો


➖એન્જીનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર :- અમદાવાદ
➖કાપડ ઉદ્યોગની મશીનરી :- અમદાવાદ, સુરેન્દ્રનગર
➖ફાઉન્ડ્રિ ઉદ્યોગ :- અમદાવાદ અને રાજકોટ
➖જહાજ ભાંગવાનો ઉદ્યોગ :- અલંગ (ભાવનગર), સચાણા (જામનગર)
➖વોટર હિટર :- સુરત
➖ઇલેક્ટ્રિક ઘડિયાળ :- મોરબી
➖ઓટોમોબાઇલ પાર્ટ્સ :- નડિયાદ
➖બ્રાસ પાર્ટ્સ :- જામનગર
➖વિશિષ્ટ પ્રકારનું લેથ :- જામનગર

➖ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને ઇલેક્ટ્રોનિક મશીનરી :- વડોદરા
➖મેટ્રો રેલવેના કોચ :- સાવલી, વડોદરા
➖ડીઝલ એન્જીન :- રાજકોટ
➖ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એન્જીન :- કલોલ
➖બોબિન, મશીન ટુલ્સ :- ભાવનગર
➖ખેતીનાં યંત્રો :- જૂનાગઢ
➖સ્ટેનલેસ સ્ટીલ :- કંડલા
➖ઇલેક્ટ્રોનિક પંપ :- અમદાવાદ
➖સ્ટીલ પાઈપ :- વટવા, ચાંદખેડા (અમદાવાદ)

➖દેશનો સૌપ્રથમ ગેસ આધારિત "સ્પોન્જ આર્યન પ્લાન્ટ" એસ્સાર ગુજરાત દ્વારા હજીરા, સુરત ખાતે.
 

◆ સાઈકલ ઉદ્યોગ
➖"ગુજરાત સાઈકલ્સ લિમિટેડ" વાઘોડિયા, વડોદરા (GIIC અને હીરો સાઇકલ્સના સંયુક્ત સહકારથી સ્થપેલ)
 

◆ મોટર વાહન ઉદ્યોગ


➖"જનરલ મોટર્સ"(2003), જે ઓપેલ કાર, શેવરોલે, ટવેરા કાર બનાવે છે.
◆નૅનો-ટાટા (2010) : સાણંદ (વિરમગામ)
◆ ફોર્ડ (2014) : સાણંદ
◆ ટર્બાઇન બનાવવાનું કારખાનું : ગુજરાત પ્રાઈમ મૂવર્સ, હાલોલ, પંચમહાલ

➖ગુજરાત સરકાર દ્વારા *"ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિ."* મકરપુરા, વડોદરા ખાતે એકમ આવેલું છે.
➖1974માં વડોદરા ખાતે ઇલેક્ટ્રોનિક્સ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા "ઇલેક્ટ્રોનિક્સ ટેસ્ટ અને વિકાસ કેન્દ્ર" સ્થાપવામાં આવ્યું હતું.
 

◆ જહાજ બાંધવાનો ઉદ્યોગ (શિપયાર્ડ) 


➖ABG જહાજવાડો (1985), દહેજ, જિલ્લો :- ભરૂચ
➖ધ મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મસ્કોટ શિપયાર્ડ, જૂનું ભાવનગર બંદર, જિલ્લો :- ભાવનગર
➖"પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશૉર એન્જી. કંપની લિ." પીપાવાવ, જિલ્લો :- અમરેલી

Post a Comment

0 Comments