ડેરી ઉદ્યોગ
➖દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
➖દેશમાં સહકારી માળખા દ્વારા દૂધ એકત્રીકરણમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધુ 30.94% છે.ગુજરાતમાં દૂધની સરેરાશ આવક 100 લાખ લીટર છે.
➖સૌથી વધુ દૂધ એકત્રીકરણ ગુજરાતમાં 👇🏾
1. દૂધસાગર ડેરી, મહેસાણા (25.27%)
2.અમૂલ (19.25%)
➖દૂધ ઉત્પાદનમાં ગુજરાત પાંચમું સ્થાન ધરાવે છે.
1.ઉત્તરપ્રદેશ 2.રાજસ્થાન 3.પંજાબ 4.આંધ્રપ્રદેશ 5.ગુજરાત
➖ગુજરાતને ભારતનું ડેન્માર્ક ગણી શકાય તથા ભારતનું "ડેરી રાજ્ય" કહેવામાં આવે છે.
◆ ગુજરાતમાં સૌપ્રથમ ડેરી
➖ગુજરાતની સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ઈ.સ.1939માં શરૂ થઈ.
◆ અમૂલ ડેરી
➖ઈ.સ.1946માં ત્રિભુવનદાસ પટેલના ચેરમેનપદ હેઠળ "ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ."ની સ્થાપના કરવામાં આવી.
➖ઇ.સ.1955માં યુનિસેફની મદદથી "આણંદ મિલ્ક યુનિયન લિ." (AMUL)ની સ્થાપના.જે એશિયાની સૌથી મોટી ડેરી છે.1960માં અમૂલ-2 અને 1996માં અમૂલ-3 એકમો શરૂ થયા.
➖અમૂલના શીતકેન્દ્રો કપડવંજ અને દેવ ખાતે આવેલા છે.
➖સમગ્ર ભારતમાં માત્ર અમૂલ ડેરી જ "ખાદ્ય કેસિન"નું ઉત્પાદન કરે છે.
➖ઢોરના ખાણ માટે આણંદ જિલ્લામાં "કંજરી" ખાતે પશુદાણનું કારખાનું જે "અમૂલ દાણ" તરીકે ઓળખાય છે.
➖ગુજરાતના સહકારી દૂધ ઉદ્યોગોએ "અમૂલ" અને "સાગર"ના માર્કાથી દૂધ અને તેની બનાવટોનું બજાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવ્યું છે.
◆ દૂધસાગર (મહેસાણા)
➖ઇ.સ.1964માં સહકારી ધોરણે મહેસાણા ખાતે "સાગર" નામના આધુનિક કારખાનાની સ્થાપના કરવામાં આવી.
➖મહેસાણા જિલ્લામાં "ઉબખલ" અને "બોરીયાવી" ખાતે "સાગરદાણ" તરીકે જાણીતા પશુદાણનું ઉત્પાદન કરતાં કારખાના આવેલા છે.
➖દૂધસાગરના શીતકેન્દ્રો વિહાર,કડી, ખેરાલુ,હંસપુર (મહેસાણા), હારીજ (પાટણ)માં આવેલાં છે.
➖આ ડેરીનું દૂધ છેક દિલ્હીમાં જાય છે.
◆ બનાસ ડેરી
➖ઇ.સ.1969માં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી.
➖આ જિલ્લામાં પાલનપુર ખાતે બનાસ દાણનું ઉત્પાદન કરતું કારખાનું આવેલું છે.
➖બનાસ ડેરીના શીતકેન્દ્રો રાધનપુર (પાટણ), ખીમાણા, ધાનેરા, થરાદ,દાંતા (બનાસકાંઠા)માં આવેલાં છે.
➖આ ડેરી "ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ" નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે.
◆ સાબર ડેરી
➖ગુજરાતની સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાબરકાંઠામાં આવેલી છે.
➖સાબર ડેરી હિંમતનગર (સાબરકાંઠા) ખાતે આવેલી છે તથા તેના શીતકેન્દ્રો - ખેડબ્રહ્મા, ધનસુરા, શામળાજી ખાતે આવેલા છે.
➖હિંમતનગરમાં "સાબરદાણ"નું કારખાનું આવેલું છે.
➖અમદાવાદમાં બે ડેરી "અજોડ" અને "આબાદ" આવેલી છે.
➖અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ હસ્તક કટોસણ, વિરમગામ, પોલારપુર ખાતે શીતકેન્દ્રો આવેલા છે.
➖અમદાવાદના સરખેજમાં પશુદાણ માટે "રાજદાણ"નું ઉત્પાદન કરતું કારખાનું આવેલું છે.
● ગુજરાતની ડેરીઓ
1.કચ્છ➖માધાપર ડેરી (ભુજ)
2.બનાસકાંઠા➖બનાસ ડેરી (પાલનપુર)
3.સાબરકાંઠા➖સાબર ડેરી (હિંમતનગર)
4.અમદાવાદ➖અજોડ અને આબાદ ડેરી
5.ગાંધીનગર➖મધર ડેરી (મધુર)
6.પંચમહાલ➖પંચામૃત ડેરી
7.વડોદરા➖બરોડા ડેરી
8.ભરૂચ➖દૂધધારા ડેરી
9.સુરત➖સુમૂલ ડેરી
10.સુરેન્દ્રનગર➖સુરેન્દ્રનગર ડેરી
11.ભાવનગર➖દૂધસરિતા ડેરી
12.અમરેલી➖ચલાલા ડેરી (ચલાલા ગામ)
13.રાજકોટ➖ગોપાલ ડેરી
14.જૂનાગઢ➖જૂનાગઢ ડેરી
15.જામનગર➖જામનગર ડેરી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
0 Comments