📌📌શ્રીમતી અરૂણા અસફ અલી 📌📌
📌શ્રીમતી અરૂણા ભારતીય સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ્ અને રાજકીય કાર્યકર હતા.
📌 તેમનો જન્મ 16 જુલાઈ, 1909ના રોજ પંજાબના કાલ્કા નામના સ્થળે થયો હતો.
📌 તેમનું મૂળનામ શ્રીમતી અરૂણા ગાંગુલી છે.
📌 ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શ્રીમતી અરૂણા ની મુખ્ય ભૂમિકા હતી.
📌 અસફ અલી સાથે નિગાહ કર્યા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા હતા.
📌 8 ઓગસ્ટ 1942 ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ‘ભારત છોડો’ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સમયે બ્રિટિશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ મોટા નેતાઓની ધરપકડ કરી હતી.
📌 મોટા નેતાઓની ગેરહાજરીમાં 9 ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરૂણા એ ગોવાલિયા ટેંકના મેદાનમાં ઝંડો લહેરાવ્યો હતો.
➖અને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી' તરીકે ઓળખવામાં આવે છે.
📌 વર્ષ 1997માં તેમને ‘ભારત રત્ન’ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો.

0 Comments